ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ
ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ

ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના

Spread the love

ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના

 ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી યોજનામાં કોને લાભ મળે?

ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોકે જેમના મહેસુલી રેકર્ડ પ્રમાણે

૭/૧૨, ૮-અ, અને હક્ક પત્રક-૬ના નમૂનામાં જેમના નામે જમીન હોય તેવા વ્યક્તિગત કે સંયુક્ત ખાતેદારને.

ખાતેદાર ખેડૂતના કોઇપણ સંતાન વારસદાર તેમજ પતિ-પત્નીને લાભ મળશે.

ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ અથવા કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજનાની શરૂઆત કરેલ છે.

આ યોજના સૌ ટકા રાજ્ય સરકાર પુરુસ્કૃત યોજના છે.

આ યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રિમીયમની ચુકવણી કરવામાં આવે છે.

ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના વિમા નિયામક, ગાંધીનગર વડે અમલ આવી છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત તથા ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે.

મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂત સંતાન અથવા ખાતેદાર ખેડૂતના પતિ/પત્ની હોવા જોઇએ.

મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે થયેલ હોય તો જ લાભ મળવાપાત્ર છે,

આપઘાત કે કુદરતી મૃત્યુમાં આ યોજનામાં સમાવેશ થતો નથી.

મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિની ઉંમર 5 થી 70 વર્ષની હોવી જોઇએ.

150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં અરજી કરેલ હોવી જોઇએ તો જ લાભ મેળવી શકાશે. 

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવ મુજબ અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ. 2 લાખ, અકસ્માતને કારણે બે આંખ, બે અંગ, હાથ અને પગ, એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. 2 લાખ અને અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. 1 લાખ મળવાપાત્ર છે.

gujgovtjobs

indianadvocacy

કેટલો લાભ મળે ?

• રૂ. ૨,૦૦,૦૦૦ (બે લાખ પૂરા) મૃત્યુ માટે વીમા રક્ષણ.

• રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ પૂરાનું) અપંગતા માટે વીમા રક્ષણ.

સાધનિક (જરૂરી)પુરાવાઓ

(૧) ૭/૧૨, ૮-અ ના ઉતારા.

(૨) અસલ પેઢીનામું,

(૩) મૃત્યુનું/અપંગતા પ્રમાણપત્ર.

(૪) જન્મનું પ્રમાણપત્ર.

(૫) એક.આઈ.આર.(F.I.R) પાંચનામું, ઇન્વેસ્ટ પંચનામું, પી.એમ.નોટ

(૬) ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ.

(૭) બેંક પાસબુકની નકલ.

(૮) આધારકાર્ડની નકલ

(૯) ડ્રાઇવિંગ લાયસન્સ.

(૧૦) અરજદારનો ફોટોગ્રાફ.

અરજી ક્યાં કરવી ?

• મદદનીશ ખેતી નિયામક (વિ.) પેટા વિભાગ / વિસ્તરણ અધિકારી (ખેતી)

*નોંધ: આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના સાથે સંકળાયેલ છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *