ફાર્મર રજીસ્ટ્રેશન ૨૦૨૪
- ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી પુરાવાઓ :
- ગામ નમુના નંબર 7 12 ની નકલ
- આધાર કાર્ડ ની નકલ
- આધાર કાર્ડ સાથે લીંક થયેલ મોબાઇલ નંબર
- ફાર્મર રજીસ્ટ્રેશન માટે ની પ્રોસેસ :
- ગુજરાત સરકાર દ્વારા હાલમાં ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ થી ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોને આધાર આઈ.ડી. ની જેમ ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. તેમજ પીએમ કિસાન યોજનાના અંતર્ગત રૂ. ૨૦૦૦/- અંકે બે હજાર પુરા આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.
- ગુજરાત રાજયના તમામ ખેડૂતોએ આ ફાર્મર રજીસ્ટ્રી દ્વારા નોંધણી કરવાની રહેશે. આ માટે ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વીસીઈ) તથા કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) નો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને
- ઓનલાઈન સેલ્ફ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
રજિસ્ટ્રી નહીં કરાવનાર ખેડૂતોને પી.એમ. કિસાન યોજનાના રૂપિયા રૂ.૨૦૦૦/- અંકે બે હજાર પુરા નો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં.
Videsh Abhyas Loan અંગેની જાણકારી મેળવો.
- ફાર્મર રજીસ્ટ્રેશન ૨૦૨૪ મોબાઈલ એપ્લીકેશન :
ખેડૂત મિત્રો ‘Farmer Registry Gujarat’ મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઘરે બેઠા જાતે પણ નોંધણી કરી શકે છે.
- ફાર્મર રજીસ્ટ્રી સેલ્ફ મોડ માં કરવા માટે ની પ્રોસેસ :
ખેડૂતે https://gjfr.agristack.gov.in/ લિન્ક ઓપન કરી ને ફાર્મર લૉગિનમાં create new account પર ક્લિક કરવું.
- સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધારકાર્ડ નો નંબર દાખલ કરવાનો રહેશે.
- ત્યારબાદ ખેડૂતને તેમના આધારકાર્ડ થી લિન્ક મોબાઈલ નંબરમાં ઓટીપી મેળવશે તે દાખલ કરવો.
- આધારકાર્ડના વેરિફિકેશન પછી ખેડૂતે પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
- રજીસ્ટર્ડ નંબર પર OTP આવશે તે દાખલ કરવાનો રહેશે .
- ત્યારબાદ નવો પાસવર્ડ બનાવવાનો રહેશે.
- ત્યારબાદ ખેડૂતે પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને નવો બનાવેલ પાસવર્ડ થી લોગીન કરવાનું રહેશે.
- લોગીન થયા બાદ ખેડૂતે પોતાની માહિતી સ્થાનિક ભાષામાં વેરીફાય કરવાની રહેશે અને તે માહિતી જરૂરિયાત મુજબ બદલી પણ શકે છે.
- આધારકાર્ડ પ્રમાણે ખેડૂતનું સરનામું દેખાશે જે ચેક કરવાનું રહેશે.
- આપેલ land ownership ડ્રોપ ડાઉન માંથી ઓપરેટરે owner પસંદ કરવાનું રહેશે.
- Occupation details માં આપેલ બંને ચેક બોક્ષને પસંદ કરવાના રહેશે.
- fetch land details પર ક્લિક કરવું.
- ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરવાનો રહેશે.
- આપેલ ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ પસંદ કરો.
- જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી સબમિટ પર ક્લિક કરતાં તે નંબર fetch થઈ જશે.
- Fetch થયેલ સર્વે નંબરનો name match score ચેક કરવાનો રહેશે.
- એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ verify all land પર ક્લિક કરવું.
- નીચે આપેલ ૩ ચેક બોક્ષ ટીક કરવા.
- ત્યારબાદ save બટન પર ક્લિક કરવું.
- ત્યાર બાદ proceed to E-Sign button પર ક્લિક કરવું.
- ત્યારબાદ આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવો.
- આધારકાર્ડ સાથે લિન્ક થયેલ નંબર પર ઓટીપી આવશે તે દાખલ કરવો.
- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે.