મુખ્યમંત્રી અમૃતમ “મા”યોજના અને “મા વાત્સલ્ય” યોજના
મુખ્યમંત્રી અમૃતમ “મા”યોજના અને “મા વાત્સલ્ય” યોજના
યોજનાનો ઉદ્દેશ:
ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની પસંદગીવાળી ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલમાંથી સારી ગુણવત્તાયુકત સારવાર તદ્દન મફત મેળવી શકે.
પાત્રતાના ધોરણો
1.લાભાર્થી કુટુંબનો ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ તેમજ શહેરી ગૃહ નિમણ અને શહેરી વિકાસ વિભાગની બીપીએલ યાદીમાં સમાવેશ જરૂરી.
2.રૂ.૧.૨૦ લાખ કે તેથી ઓછી પારિવારીક વાર્ષિક આવકનો દાખલો.
યોજનાના ફાયદા/ સહાય
1.યોજના હેઠળ ગંભીર બીમારીઓ જેવી કે હદય, કીડની, શિશુઓના ગંભીર રોગ, ગંભીર ઇજાઓ, બનસ અને મગજના રોગો જે ઓની કુલ ૫૪૪ જેટલી પ્રોસીજર માટે કુટુંબ દીઠ વાર્ષિક રૂ.૨ લાખ સુધી કેશલેશ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
2.મા કાર્ડ ધરાવતો લાભાર્થી યોજના સાથે જોડાયેલું કુલ ૧૧૨ જેમાં ૬૮ ખાનગી ૧૯ સરકારી તેમજ ૨૫ સ્ટેન્ડ અલોન ડાયાલીસીસ સેન્ટરમાં જઇને લાભ લઇ શકે છે.
3.લાભાર્થીના કુંટુંબના દરેક સભ્યના ફોટો, બાયોમેટ્રિક અંગુઠાના નિશાનનો સમાવેશ હોય તેવું ક્યુ.આર. (કવીક રિસ્પોન્સ) મા / મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવે છે.
પ્રક્રિયા
1.મા / મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ તાલુકા કક્ષાએ સ્થાપિત ૨૫૧ કિઓસ્ક તેમજ સીટી કક્ષાએ સ્થાપિત ૬૭ કિઓસ્ક પરથી મેળવી શકે છે.
2.લાભાર્થી કુટુંબ ને અંગુઠાના નિશાન લઇ તાલુકા વેરિફાયીંગ ઓથોરિટી દ્વારા ચકાસણી કરી કાર્ડ આપવામાં આવે છે.

અમલીકરણ કરતી કચેરી / એજન્સી /સંસ્થા
1.સ્ટેટ નોડલ સેલની રચના કરવામાં આવેલ છે.
2.પ્રોસેસ, હોસ્પિટલ એમપેનલમેન્ટ, આઈ.ઈ.સી. પ્રવૃત્તિઓ માટે Implementation Support Agency તરીકે એમ. ડી. ઇન્ડિયા હેલ્થકેર નેટવર્ક પ્રા.લિ.ને નિયુકત કરેલ છે.
અન્ય શરતો
1.યોજના હેઠળ મા/મા વાત્સલ્ય કાર્ડ કઢાવવું જરૂરી છે.
2.યોજના અંતર્ગત ગંભીર બીમારીઓની નિયત કરેલ પ૪૪ પ્રોસિજરોની સારવાર સંલગ્ન હોસ્પિટલોમાંથી જ મળવાપાત્ર થાય છે.