સર્વ શિક્ષા અભિયાન
સર્વ શિક્ષા અભિયાન યોજનાનો ઉદ્દેશો:
રાજયમાં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ અને સ્થાયીકરણ અભિવૃદ્ધિના ધ્યેયોને હાંસલ કરવા
૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અનવયે રાઇટ ટુ એજયુકેશન એક્ટ-નો એપ્રિલ ૨૦૦૯-૨૦૧૦થી અમલ.
પાત્રતા
૬ થી ૧૪ વર્ષના તમામ બાળકો
યોજનાના ફાયદા
૬ થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકો સામાજિક, આર્થિક કે લિંગભેદ વિના ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરે તે માટે
1.શાળાની માળખાકીય સુવિધાઓનો વિકાસ,
2.તાલીમ દ્વારા શિક્ષક સજ્જતા
3.કન્યાઓ માટે નિવાસી સુવિધા સાથેના કસ્તુરબા લેકા વિદ્યાલય
4.વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો ને સાધનસહાય,
5.શાળા બહારના બાળકોને ખાસ તાલીમ દ્વારા શાળામાં પુનઃ સ્થાપન
પ્રક્રિયા
૬ થી ૧૪ વયજૂથના ત કોને સાર્વત્રિક શિક્ષણ આપવાના દયેયને પરિપુર્ણ કરવા માટે
1.રાઇટ ટુ એજયુકેશન એક્ટની ૨૦૦૯ જોગવાઇ મુજબ શાળાની ઉપલબ્ધતા
2.સ્પેશિયલ ટ્રેનિંગ વયજૂથના શાળા બહારના બાળકો માટે ૬ થી ૧૪ : વયકક્ષા મુજબ નજીકની શાળામાં નામાંકન અને સ્પેશિયલ ટ્રેનીંગ આપી બાળકોને તેમની વયને અનુરૂપ ધોરણમાં સામાન્ય શાળામાં મેઇન્સટ્રીમ કરવા
3.અંતરિયાળ અને શહેરી વંચિત વિસ્તારના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા
4.૬ થી ૧૪ વયજૂથના તમામ બાળકોને સમાન શિક્ષણ આપવાના ધ્યેયને પરિપુર્ણ કરવા માટે
5.વિશીષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો (CWSN-Children With Special Needs) માટે પ્રારંભિક શિક્ષણ, સાધન સહાય, વાલીને માર્ગદર્શન અને જન જાગૃતિ
6.કન્યા શિક્ષણને પ્રોત્સાશન માટે જનજાગૃતિ કાર્યક્રમો અને કે.જી.બી.વી.
7.૬ થી ૧૪ વયજૂથના તમામ બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ આપવાના ધ્યેયને પરિપુર્ણ કરવા માટે
8.પ્રજ્ઞા અભિગમ એટલે ‘‘પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન’ ભાર વિનાનું ભણતર પદ્ધતિ દ્વારા શિક્ષણ
9.કોમ્પયુટર એઇલેડ લર્નિગ એટલે કોમ્પયુટર દ્વારા વિષય શિક્ષણનો અભિગમ જરૂરિયાત આધારિત સેવાકાલીન શિક્ષક તાલીમ.

અમલીકરણ એજન્સી
રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ
1.સ્ટેટ પ્રોજેક્ટ કચેરી
2.જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કચેરી
3.તાલુકા કક્ષાએ બ્લોક રીસોર્સ સેન્ટર
4.કલસ્ટર કક્ષાએ કલસ્ટર રીસોર્સ સેન્ટર
5.શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ
અમલીકરણ એજન્સી
રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ
1.સ્ટેટ પ્રોજેક્ટ કચેરી
2.જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કચેરી
3.તાલુકા કક્ષાએ બ્લોક રીસોર્સ સેન્ટર
4.કલસ્ટર કક્ષાએ કલસ્ટર રીસોર્સ સેન્ટર
5.શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ