Mukhyamantri Yuva Swavalamban Yojana
Mukhyamantri Yuva Swavalamban Yojana

Mukhyamantri Yuva Swavalamban Yojana

Mukhyamantri Yuva Swavalamban Yojana

Mukhyamantri Yuva Swavalamban Yojana

યોજનાનો ઉદ્દેશ

રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા

તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ગુણવત્તા અને આવક (Merit cum Means)ના ધોરણે

આર્થિક સહાય આપવી.

Mukhyamantri Yuva Swavalamban Yojana
પાત્રતાના ધોરણો
  • રૂ. ૬,૦૦,૦૦૦/- સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો.
  • સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટઈલ મેળવનાર વિદ્યાર્થીઓ.
  • ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાથીઓ.
યોજનાના ફાયદા/સહાય
ટયુશન ફી સહાય
  • સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલ સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયે ટ્યૂશન ફીની પ૦% રકમ અથવા રૂપિયા ૨,૦૦,૦૦૦/- તે બે પૈકી ઓછું હોય તેટલી સહાય.
  • સ્નાતક કક્ષાના પ્રોફેશન માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફી ની પ૦% રકમ અથવા રૂપિયા ૨૫,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય.
  • સ્નાતક કક્ષાના કોર્ષ નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની પ૦% રકમ અથવા રૂપિયા તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય.
  • સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની પ૦% રકમ અથવા રૂપિયા ૨૫,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય
  • સરકારી મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવું પડે અને છેલ્લે જો કોઇ પણ સરકારી કોલેજમાં તેઓને પ્રવેશ ન મળે અને ફરજિયાતપણે તેઓને સ્વ-નિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાથીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર છે.
  • Mukhyamantri Yuva Swavalamban Yojana
સાધન-પુસ્તક સહાય

મેડીકલ/ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ.૧૦,૦૦૦, ઇજનેરી/ટેકનોલોજી / ફાર્મસી/ આર્કિટેક્ચરના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ.૫,૦૦૦ તથા ડીપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ. ૩,૦૦૦ મળવાપાત્ર છે. અભ્યાસક્રમની અવધિ દરમ્યાન સાધન-પુસ્તક સહાય માત્ર એક જ વખત મળવાપાત્ર છે.

FARMER REGISTRATION-2025

પ્રક્રિયા

1.વિદ્યાર્થીએ NIC દ્વારા તૈયાર કરવામાં આવેલ વેબ પોર્ટલ (http://mysy.guj.nic.in) પર ઓનલાઈન અરજી કરવાની રહે છે

2.ઓનલાઇન અરજી કર્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે વિદ્યા ની ખરાઇ હેતુ રાજ્યમાં આવેલા કુલ ૯૧ હેલ્પ સેન્ટર્સ પૈકીના નજીકના હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહે છે.

Videsh Abhyas Loan

REVENUE TALATI RECRUITMENT 2025

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
  • આ યોજના માટે નોડલ એજન્સી તરીકે કેસીજીને નિયુક્તિ  કરવામાં આવેલ છે.
  • અભ્યાસક્રમ અનુસાર નીચે જણાવેલું કમિશ્રરશ્રી/નિયામકશ્રીની કચેરીઓ અરજીની અંતિમ ચકાસણી અને અને મંજુરી માટે અધિકૃત કરવામાં આવેલ છે.
  • ટેકનિકલ શિક્ષણને લગતા અભ્યાસક્રમ માટે  કમિશનરશ્રી, ટેકનિકલ શિક્ષણ કચેરી
  • ઉચ્ચ શિક્ષણ લગતા અભ્યાસક્રમ માટે કમિશનરશ્રી, ઉચ્ચ શિક્ષણ કચેરી
  • મેડીકલ અને ડેન્ટલ અને પેરામેડીકલને લગતા અભ્યાસક્રમો માટે શ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી
  • એગ્રીકલ્યરને લગતા અભ્યાસક્રમો માટે નિયામકશ્રી, ખેતીની કચેરી;
  • વેટરનરીને લગતા અભ્યાસક્રમો માટે નિયામકશ્રી, પશુ-પાલનની કચેરી;
  • આ સિવાયના અન્ય અભ્યાસક્રમો માટે સંબંધિત નિયામકશ્રી / કમિશનરશ્રીની કચેરીઓ દ્વારા અરજીઓની ચકાસણી અને મંજુરીની કાર્યવાહી કરવાની રહેશે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *