Videsh Abhyas Loan
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ(GUEEDC) બિનઅનામત વર્ગોની પીડાઓને સમજવાનું કામ કરે છે.
બિન અનામત વર્ગની સમસ્યાઓને સમજીને ઉકેલ માટે સરકારશ્રીને ભલામણ કરે છે.
સમાજ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓનો અભ્યાસ કર્યા બાદ, Bin-Anamat વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓની ભલામણ તૈયાર કરે છે.
Videsh Abhyas Loan માટેની પાત્રતા
આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
ધોરણ-12 માં 60 ટકા કે તેથી વધુ હોય તેમને આ યોજનાનો લાભ મળે.
ધો-૧૨ માં 60 ટકા (પર્સેન્ટાઇલ ધ્યાને લેવાશે નહિ.) મેળવેલ હોવા જોઈશે.
ધોરણ – 12 પછી MBBS માટે, સ્નાતક તથા ડિપ્લોમા પછી ડીગ્રી મેળવેલ હોય તો પણ માન્ય અભ્યાસક્રમો
આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં ૧૫ વર્ષથી સ્થાયી વસવાટ કરતા હોય તેવા ગુજરાતના બિન અનામત જાતિઓના લાભાર્થીઓને જ મળવાપાત્ર થશે.
રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા 15 લાખની મર્યાદામાં લોન મળવાપાત્ર છે.
લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની લોનની રકમ કરતા દોઢગણી રકમની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે.
કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 600000 (છ લાખ) થી ઓછી હોય એમને મળવાપાત્ર થાય.
વિદેશ અભ્યાસ લોન યોજનામાં કેટલી લોન મળે?
વિદેશમાં અભ્યાસ માટે 15 (પંદર) લાખની મર્યાદામાં 4 % સાદા વ્યાજ પર લોન મળવાપાત્ર થાય છે.
Videsh Abhyas Loan લોન માટે ડોક્યુમેન્ટ
(1)શાળા છોડ્યાનો દાખલો (L.C)
(2)આધાર કાર્ડ (Aadhar Card )
(3) રેશનકાર્ડ (Ration Card)
(4) રહેઠાણનો પુરાવો
(5) બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર
(6) કુટુંબની આવકનું પ્રમાણ૫ત્ર
(7) આઇ. ટી. રીટર્ન (computation) /સ્વઘોષણા પત્ર
(8) ઘોરણ-10 અને 12 ની માર્કશીટ/ડીપ્લોમા સર્ટી
(9) સ્નાતકકક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટી
(10) ધો-12 /સ્નાતક થયાથી અરજીની તારીખ વચ્ચે અભ્યાસ કરેલ હોય તો તે અંગેનો આધાર (જો હોય તો)
(11) વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન લેટર (કોર્સના સમયગાળાના ઉલ્લેખ સાથે)
(12) એડમિશન લેટર અંગ્રેજી ભાષા સિવાયનો હોય તો તેવા લેટરનું અંગ્રેજી ભાષાંતર નોટરાઇઝડ કરાવી રજુ કરવું
(13)જો આ૫ના અભ્યાસક્રમમાં સ્નાતક/અનુસ્નાતક/માસ્ટર કે PG ડીપ્લોમાના કોર્સ અંગેની સ્પષ્ટતા ન હોય,તેવા સંજોગોમાં તે પ્રકારનાં અભ્યાસક્રમ હોવાની કોલેજ/યુનિવર્સિટીની સ્પષ્ટતાનો આધાર
(14) પ્રતિવર્ષ ભરવાની થતી/ભરેલી ફીનો પુરાવો અને સમગ્ર કોર્ષની ફીનું માળખું
(15) પરિશિષ્ટ-1 મુજબ પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ પત્ર
(16) પરિશિષ્ટ-1 મુજબ જો મિલ્કતના સહ ધારણ હોય તો એ કુલ મુખ્યતારનામું આપેલ હોય તો તેવું કુલ મુખ્યતારનામું Upload કરવું)
(17) પિતા/વાલીની મિલકત વેલ્યુએશન સર્ટી (મિલકતના ફોટા સહિત)અને મિલકતના આધારો
(18) મિલકતનું ટાઈટલ ક્લીયર સર્ટી
(19) અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ (આઇ.એફ.સી કોડ સહિત)
(20) લોન પરત ભરપાઈ માટેની સંયુકત બાંહેધરીપત્રક (પરિશિષ્ટ-2 મુજબ)
(21) પાસપોર્ટ (Passport)
(22) જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
(23) વિઝા (VISA)
(24) એર ટિકિટ (Air Ticket)