આવકનો દાખલો હવે ઘરબેઠા
આવકનો દાખલો મેળવવો એ અત્યાર નાં સમય મુજબ ખુબ જ અગત્યનું છે.
આ દાખલો ગરીબ વર્ગ અને સામાન્ય વર્ગ માટે આવકનો દાખલો એ ખુબ જ મહત્વ ધરાવે છે.
સદર દાખલો મેળવવા માટેની તમામ પક્રિયા અને જરૂરી પુરાવાઓ અંગેની માહિતી આપને આ લેખ માં વિગતવાર જાણીશું.
સૌ પ્રથમ જાણો, આવકના દાખલા માટે જરૂરી પુરાવા.
૧) અજદારનો આધાર કાર્ડ
2) અરજદારનું રેશનકાર્ડ
3) અરજદારનું છેલ્લું લાઈટબીલ/પેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકાર)
૪) અરજદાર ના રહેણાંક ની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધારકાર્ડ (પંચનામું કરવા)
4) ૩રૂપિયા ની કોર્ટ ફી
5) 50 રૂપિયા નો સ્ટેમ્પ
6) મેચર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આવક નો દાખલો.
દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરીના સહી-સિક્કા કરાવવા તથા ઓરીજીનલ પુરાવા સાથે રાખવા.
આવકના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા-
આવકનો દાખલો હવે ઘરબેઠા
ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન અપોઇનમેન્ટ લેવી, (જો આપના ઝોન કે જિલ્લા માં લાગુ પડે તો.)
પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ (વિનામૂલ્યે) મેળવવું.
• કોર્મ ભયાં બાદ ૩રૂપિયા ની કોર્ટ ફી ટીકીટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી.
સાથો સાથ અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પીન કરવી.
• પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી.
ત્યારબાદ જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા.
(તલાટીશ્રી ને જરૂર જણાઈ તો પંચનામું કરવા સાક્ષીઓને ૩બરૂ માં બોલાવી શકે)
• તલાટીશ્રી ના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે કોટો પડાવવાના સ્થળે જવું.
• આવકના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી કી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી.
•રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈ જે-તે તારીખે તમારો આવકનો દાખલો મેળવી લેવો.
ખાસનોંધ- ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય-મર્યાદા ૩વર્ષ (નાણાકીય વર્ષ)ની કરવામાં આવી છે. આથી યોગ્ય રીતે સાચવી ને રાખવો